સૌરાષ્ટ્ર અને ખાસ કરીને બોટાદ, ધંધુકા, અડવાળ, નિંગાળા, વાગરા, ભામ્ભણ, વિરમગામ જેવા અનેક નાના મોટા ગામો તેમજ તેની આજુબાજુના અલગ અલગ વિસ્તારોમાં થી અમદાવાદ તેમજ તેની આજુબાજુ ના વિસ્તારોમાં આવેલ જૈન વિશા શ્રીમાળી પરિવારોમાંથી જે જૈન સંસ્થાની રચના થઈ એ સંસ્થા એટલે પંચઘોળ મંડળ, અમદાવાદ.
શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક વિશા શ્રીમાળી પંચઘોળ મંડળ, અમદાવાદ ની સ્થાપના 03-12-1950 ના રોજ થઈ. આ સંસ્થાનો ઉદ્દેશ સર્વજ્ઞાતિજનોના સહકાર અને સંગઠન સાધવાનો, વધારવાનો, એક બીજાને સહાયભૂત થવાનો તેમજ ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં ઉત્કર્ષ સાધવાનો છે.